નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Thursday 3 January 2013


વિદ્યાર્થીઓ તેમને પસંદ હોય તેવા અન્ય અભ્યાસક્રમમાં પણ પ્રવેશ મેળવીને એક સાથે બે ડિગ્રી મેળવી શકે તેવો ક્રાન્તિકારી ફેરફાર આગામી શૈક્ષણિક વર્ષથી જ લાવવા યુજીસીએ આયોજન કર્યું છે. આ સંદર્ભે યુજીસીએ દેશની તમામ યુનિવર્સિટીઓ પાસેથી તેઓ કેટલા અભ્યાસક્રમમાં આગામી વર્ષથી વિદ્યાર્થીઓને ડયુઅલ ડિગ્રી આપી શકવાની વ્યવસ્થા કરી શકે તેમ છે તેના પ્રતિભાવો અને સૂચનો મંગાવ્યા છે.
  • યુજીસીએ દેશભરની તમામ યુનિવર્સિટી પાસેથી કેટલા કોર્સમાં ડયુઅલ ડિગ્રી આપી શકાય તેમ છે તેના પ્રતિભાવ મગાવ્યા
  • એક જ અભ્યાસકાળ દરમિયાન એક જ ડિગ્રીની વ્યવસ્થાને તિલાંજલિ આપતો નિર્ણય
આગામી ૧૫ દિવસમાં જ આ મુદ્દે પ્રત્યુત્તર આપવા પણ યુજીસીએ તમામ યુનિ.ઓને તાકીદ કરી છે. યુજીસીએ પરંપરાગતરીતે ચાલી આવતી એક જ અભ્યાસકાળ દરમિયાન એક જ ડિગ્રી આપવાની પ્રથાને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. યુજીસીએ દરેક યુનિવર્સિટીઓને પરિપત્ર કરીને જાણ કરી છે કે આગામી ૨૦૧૩- ૧૪ના શૈક્ષણિક વર્ષથી એક સાથે બે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તેવો ફેરફાર કરવામાં આવશે. આ માટે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કેટલા અભ્યાસક્રમની ઓફર કરી શકે તેમ છે તે માટે આગામી ૧૫ દિવસમાં પ્રતિભાવ આપવાની તાકીદ કરાઇ છે. નવી વ્યવસ્થામાં કોઇ સૂચનો હોય તો તે પણ મોકલી આપવા યુનિ.ઓને યુજીસીએ આદેશ કર્યો છે.
ગુજરાત યુનિ.ના રજિસ્ટ્રાર ડોં. અરવિંદ ભંડારીએ જણાવ્યું હતું કે, 'ગુજરાત યુનિ. ટૂંકમાં જ વિભાગના વડાની બેઠક બોલાવશે. જેમાં તેમના મંતવ્યો મેળવાશે અને પછી યુજીસીને પ્રત્યુત્તર અપાશે. સ્નાતક સાથે અન્ય વિષયોમાં સ્નાતક ઉપરાંત પી.જી. ડિપ્લોમા કે ડિપ્લોમાનો કોર્સ અથવા ર્સિટફિકેટ કોર્સ કરી શકશે. આવી જ રીતે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ સ્નાતક કે ડિપ્લોમા પણ કરી શકશે. source:sandesh

No comments:

Post a Comment